ઝારોલા કેળવણી મંડળ સંચાલિત
શ્રી એચ.જે.પરીખ એન્ડ શ્રીમતી યુ.એમ.એચ પટેલ ઉમાશાળા
જે.પી. પટેલ (મુખી) વિદ્યાવિહાર, સુર બાલવાટીકા
 
 
H.J. Parikh High School | Valioni Padavana

વાલીએ પાળવાના

૧)સંસ્થાના નીતિ-નિયમો પ્રમાણે વય,વતન અને યોગ્યતા આધારે પ્રવેશ આપવામાં આવશે.

૨) પ્રવેશ માટે વયમયાદા

જુનિયર કે.જી. ૩ થી ૪ વર્ષ વચ્ચે

સીનિયર કે.જી. ૪થી ૫ વર્ષ વચ્ચે -૩૧ ઓગસ્ટ સુધીમાં

ધોરણ-૧ ૫ થી ૬ વર્ષ વચ્ચે

૩)પ્રવેશ વખતે જન્મનો અધિકૃત દાખલો આપવાનો રહેશે. જયાં સુધી દાખલો આપવામાં નહીં આવે ત્યાં સુધી પ્રવેશ પૂર્ણ ગણાશે નહિ.

૪)પ્રવેશ આપવાનો કે રદ કરવાનો સંપૂણ અધિકાર સંસ્થાને છે

પ્રવેશ રદ કરવા અંગે – જે માસમાં વિદ્યાર્થીએ શાળા છોડી જવા બાબત અરજી આપી હશે તે માસની તેમજ અગાઉની બાકી ફી ભરવાથી તે બાબતનં સટીફીકેટ આપવામાં આવશે. અરજી ઉપર મા – બાપ વાલીની સહી હોવી જોઈએ. એલ.સી. મેળવવા માટે સાત દિવસ પહેલા અરજી આપવાની રહેશે. વર્ષ પુરૂ થતા એલ.સી. મેળવવા ૩૧ મે પહેલા અરજી પહેલા અરજી આપવી. અન્યથા જૂન માસની ફી, સત્ર ફી ભરવી પડશે.

યુનિફોર્મ- દરેક વિદ્યાર્થીએ શાળાનો ગણવેશ પહેરવો ફરજિયાત છે. દર બુધવારે ગણવેશમાંથી મુકિત મળશે.

ગણવેશ વિનાના વિદ્યાર્થીને દાખલ કરવામાં આવશે નહિ. ગણવેશ માટે શાળાએ નિયત કરેલ રંગ અને કાપડનો ઉપયોગ કરવો ફરજિયાત છે. નકકી કરેલ બુટ, મોજા અને ગણવેશ વગર આવનાર બાળક જે તે દિવસે ૫૦ પૈસા દંડ ભરપાઈ કરવાનો રહેશે.

વિવેક – વિદ્યાર્થીએ પોતાની રીત ભાતમાં વિવેક જાળવવો તેમજ આજ્ઞાંકિત પણ થવું પડશે તેમજ સ્વચ્છ સુધડ પોષાકમાં આવવું. શાળામાં ટોપી પહેરવી નહીં. ધરેણા પહેંરવા નહીં.

રજા-કોઈપણ કારણ વગર વિદ્યાર્થી બે દિવસથી વધુ ગેરહાજર રહી શકશે નહીં માંદગી વગર અણધાર્યા સંજોગોમાં ગેરહાજર રહેવું પડે તો તે બાબતની અરજી માંદગીના સટીફીકેટ સાથે તેના મા – બાપ અગર વાલીએ આચાર્યશ્રીને મોકલાવી પડશે. ચાલુ શાળાએ રજા લેવા વાલી જાતે આવશે તો જ યોગ્ય કારણને આધારે વિદ્યાર્થીને રજા મળશે. અથવા આગળના દિવસે ડાયરીમાં નોઘ લખી આચાર્યશ્રીની સહી કરાવવી.

નામ કમી – જો કોઈ વિદ્યાથી આચાર્યશ્રીની પરવાનગી સિવાય ૧૫ દિવસથી વધુ ગેરહાજર રહેશે તો તેનું નામ વર્ગમાંથી કમી કરવામાં આવશે તે અંગે વાલી વાંધો પાડી શકાશે નહિ. વિદ્યાર્થી કે વાલીનું શાળાના

કોઈપણ કર્મચારી સાથે અયોગ્ય વર્તન થશે તો વિદ્યાર્થીનુ નામ શાળામાંથી કમી થશે.

આચાર્યશ્રીને એમ લાગે કે બાળક વાંરવાર નાપાસ થાય છે. અથવા તો અભ્યાસ સંતોષકારક ન હોય તો તેને શાળા છોડવા સૂચનો આપી શકશે.

લેશન – દરેક વિદ્યાર્થીએ શાળામાંથી આપવામાં આવતું ગૃહકાર્ય નિયમિત કરવાનું રહેશે. વાલીએ પોતાના બાળકે લેશન કયું છે. કે નહિ તે નિયમિત ચેક કરવું. ડાયરીમાં ત્રણ દિવસે વાલીની સહી કરવી. જો વિદ્યાથી ગૃહકાર્યની નોધના કરતો હોય તો શિક્ષકનું ધ્યાન દોરવું.

નુકશાન – શાળાની મિલ્કતનું જે – તે વિદ્યાર્થી નુકશાન કરશે તો તેની કિંમત તેના વાલી પાસેથી વસૂલ લેવામાં આવશે.

-ઈનામ-શાળાના સંચાલનથી સંતુષ્ટ થયેલા અને તેમાં રસ ધરાવતા મા-બાપ અને મિત્રો લાયક વિદ્યાર્થીઓને માટે શિષ્યવૃતિઓ અને પારિતોષિક આપવા પ્રબંધ કરશે તો સહર્ષ સ્વીકારવામાં આવશે.

પ્રવૃતિ- શાળાની દરેક પ્રવૃતિ માં વાલીએ સહકાર આપવા વિનંતી છે. પ્રગતિપત્રક અને વારંવારની નોંધ ઉપર વાલીએ સહી કરવી પડશે.

માંદગી –જો કોઈ માંદગીના કારણોસર લાંબા સમય માટે વિદ્યાર્થીએ ગેરહાજર રહેવું પડે તેવા સંજોગોમાં વાલીએ બનતી તાકીદે આચાર્યશ્રીને ખબર આપવાની રહેશે.

-સરનામું –વાલીઓએ તેમના સરનામા અગર ટેલીફોન નંબરમાં થતાં ફેરફારની ખબર આપવા વિનંતી કરવામાં આવે છે.

ફરિયાદ –વાલીએ કોઈપણ ફરીયાદ આચાયશ્રીને સીધી જ કરવી. શિક્ષકને કરવી નહિં. અને ચાલુ શિક્ષણ કાર્યે કોઈપણ શિક્ષકને મળવું નહિ.

-વર્ગ સુધી –શાળામાં બાળકને મૂકવા આવો ત્યારે કોઈપણ વાલી છેક વર્ગ સુધી બાળકને મૂકવા જાય નહિ તેમજ કોઈપણ વાહન શાળા કંમ્પાઉન્ડમાં લાવે નહિ અને બાળકને શાળાના મેઈન ગેટ પાસે છોડી દેવા.

જવાબદારી-શાળા છૂટયા પછી બાળકોની જવાબદારી શાળાની રહેતી નથી. શાળાના નિયત સમય દરમ્યાન વિદ્યાર્થીને શાળા બહાર જવા દેવામાં આવશે નહિં.

-પરીક્ષા-પરીક્ષામાં ગેરહાજર રહેનાર વિદ્યાર્થીની પરીક્ષા પાછળથી લેવાશે નહિં. અને જે વિષયની પરીક્ષામાં ગેરહાજર હશે તેમાં ૦ ગુણ મળશે. પરીક્ષા વખતે વિદ્યાર્થીએ પોતાની સાથે વાંચન સાહિત્ય લાવવું નહિ. અન્યથા જપ્ત કરી પરત આપવામાં આવશે નહિં.

હાજરી – જૂન -૦૪ થી ૧૦૦ ટકા હાજરી ફરજિયાત છે. જે વિદ્યાર્થીની હાજરી ઓછી હશે તેને વાષિક પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહિં.

પ્રોજેકટ – વર્ષ દરમ્યાન દરેક વિષયમાં ૨ પ્રોજેકટ સરકારી નિયમો મુજબ ફરજિયાત કરવાના છે. પ્રોજેકટના માર્ક અંતિમાં રિઝલ્ટમાં ગણતરીમાં લેવાય છે.

પ્રગતિ-દર મહિને બીજા અને ચોથા શનિવારે શાળા છૂટયા બાદ ૧૫ મિનીટમાં શાળામાં અચુક આવી આચાર્યશ્રીને મળી પોતાના બાળકને પ્રગતિ જાણતા રહેવાની તમારી ફરજ છે.

તકેદારી – તમારો પુત્ર –પુત્રી આપેલ ગૃહકાય બરાબર કહે છે કે નહિ તેની કાળજી રાખો તથા માસિક કસોટીના ગુણને સતત જોતા રહો જેથી તમારા પુત્રી-પુત્રી દરેક મહિને સિધ્ધિ મેળવે છે કે અભ્યાસમાં નબળા રહે છે તેની જાણ તમને થશે. તમારા પુત્ર-પુત્રી બે કે તેથી વધુ વિષયમાં નાપાસ હોય તો આચાર્યશ્રીને આપેલ સમયે રૂબરુ આવી જવાનું રહેશે. પોતાના પાલ્યના સારા અભ્યાસ માટે વાલી જેતે વિષય શિક્ષકને દર માસના બીજા અને ચોથા શનિવાર શાળા છૂટયાના સમયે મળી શકશે. પ્રથમ, બીજી,પરીક્ષાની ઉ.વહી જોવા બોલાવવામાં આવે ત્યારે અવશ્ય આવવું. વાલી મીટીંગમાં વાલીએ ફરજીયાત આવવાનું રહેશે. નહી આવનાર વાલીએ ૫૦/-રૂ. દંડ ભરવાનો રહેશે.

બંધન – અત્યારે અમલમાં છે તે બધા નિયમોનું તેમજ શાળાના સંચાલકો વખતોવખત જે નિયમો જાહેર કરે તેનું નિષ્ઠાપૂર્વક પાલન કરવા વિદ્યાર્થી અને તેના વાલી બંધાવેલ છે.

આચાર્ય નવીનભાઈ એ.પટેલ

પિતા / વાલી પુરૂષ ની સહી ---------------------

(વિદ્યાર્થી સાથે સંબંધ)-----------------------------

માતા/ સ્ત્રી વાલીની સહી---------------------------

(વિદ્યાર્થી સાથે સંબંધ)-----------------------------

પાછા આવવા


   
 

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | પ્રાથના  | ઉપલબ્ધીઓ | સુવિધાઓ | પરિણામ | અમારો સંપર્ક | donar | સ્કુલ પ્રમુખ ચુંટણી ૨૦૧૨  | દાતા |

Copyrights © 2009-10 www.hjparikhhighschoolzarola.org. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 2,190