ઝારોલા કેળવણી મંડળ સંચાલિત
શ્રી એચ.જે.પરીખ એન્ડ શ્રીમતી યુ.એમ.એચ પટેલ ઉમાશાળા
જે.પી. પટેલ (મુખી) વિદ્યાવિહાર, સુર બાલવાટીકા
 
 
H.J. Parikh High School | Prarambhik

પ્રારંભિક

એન. આર.આઈ. ગામ તરીકે ઓળખાતું બોરસદ તાલુકાનું ઝારોલા ગામ પ્રગતિશીલ અને ભાવના પ્રધાન્ય છે. ગામમાં કુમારશાળા તથા કન્યાશાળા ચાલુ છે. જેમાં ધો.૧ થી ૭ નું શિક્ષણ અપાય છે. ગામમાં માધ્યમિક શિક્ષણ શરૂ કરવા તા.૧૧૦૪૬ ના રોજ આઝાદી પૂર્વે ગામના વડીલોએ ભેંગા મળી ઝારોલા કેળવણી મંડળની રચના કરી અને તા.૧૭૪૭ થી શ્રી એચ.જે.પરીખ હાઈ. શરૂ થઈ. મંડળનું રજીસ્ટ્રેશન તા. ૪૧૨૫૨ ના રોજ ૧૯૫૦ ના પબ્બિક ટ્રસ્ટ એકટ પ્રમાણે રજિ.નં.ઈ-૬૨૬ થી મુંબઈ રાજયમાં નોંધાવવામાં આવેલ છે. હાલ શાળામાં બાલમંદિરથી શરુ કરીને ધો. ૧૨ (સા.પ્ર.)સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. શાળામાં જીવન ઘડતર લક્ષી ઉતમ શિક્ષણ કર્મહ-નિષ્ઠાવાન શિક્ષકો ધ્વારા અપાતું હોય શાળાની કીર્તિ ગાંધીનગર સુધી ફેલાયેલી છે. હાલ શાળામાં ઉતમ શિક્ષણ પ્રાપ્ત કરવા ઝારોલા ઉપરાંત વડેલી,કંસારી,રાસ,રાવણાપુરા,ચુવા રૂદેલ, શરણાઈકૂઈ,કાલુ,કઠાણા,ટોલવડ,દિવેલ,કાંધરોટી જેવા દૂરના ગામમાંથી બાળકો આવે છે. જે શાળાની સિધ્ધીની સાક્ષી પૂરે છે.
-માર્ચ-૦૯ નું એસ.એસ.સી. તથા એચ.એસ.સી. નુ ૧૦૦ ટકા પરિણામ આવેલ છે.
ફકત શિક્ષણ નહીં પણ બાળકનું ઉતમ ઘડતર થાય અને ભવિષ્યમાં આવી પડનારી મુશ્કેલીઓનો વિદ્યાર્થી સફળતાપૂર્વક સામનો કરી શકે તે માટે તેની અંદર શકિતને બહાર લાવવા સહઅભ્યાસિક પ્રવૃતિઓનું પણ આયોજન કરવામાં આવે છે.
વિદ્યાર્થીઓ/ ગામના ઉજજવળ ભાવિ માટે શાળા ભવિષ્યની જરુરિયાતો આ પ્રમાણે છે.
-પ્રાર્થના હોલ માટે અંદાજીત ૫૫ લાખ.
-શાળાને ફરતે ૧૦ ફૂટ ઊંચી દિવાલ, બધી બાજુની તેની ઉપર ત્રણ ફુટ તારનું ફેન્સિંગ, તેમજ મેઈન ગેટ અને એક નાના ગેટની જરૂરીયાત છે. (અંદાજીત ૪ લાખ રૂ.)
-વિજ્ઞાન પ્રવાહ- ૧.૫ કરોડ
-વિદ્યાર્થીને દર વર્ષે સ્કૂલ ડાયરી મળે તે માટે ૨૦ હજાર રૂપિયા (વાર્ષિક)
-બાહય પરીક્ષા-હિન્દી, ચિત્રકામ, શિષ્યવૃતિ,પ્રખરતા શોધ,રાષ્ટ્રીય પ્રતિભાખોજ વગેરે માટે પુસ્તકો, નંબર લાવનારને ઈનામ મળે તેવું આયોજન.
--વાર્ષિક સાસ્કૃતિક કાર્યક્રમ, માટે અંદાજીત ૧૫ હજાર વાર્ષિક
-શાળાના પતરાની જગ્યાએ સ્લેબ ભરવો (અંદાજીત (૫)પાંચ લાખ રુપિયા)
-આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ફી સહાય કરી શકાય તે માટે આયોજન.
પુસ્તકાલય રુમ-ફનિચર સાથે અંદાજીત ૬- લાખ રુપિયા.,બેન્ચિસ ૧ લાખ રૂ.
ઉપરોકત કોઈ બાબતે સહાય કરવા ઈચ્છતી વ્યકિતએ આચાર્યશ્રી/પ્રમુખશ્રી/મંત્રીશ્રીનો સંપર્ક કરવો.ઝારોલા કેળવણી મંડળ, ઝારોલાના ડ્રાફટ મોકલવો. રકમ આપી તુરંત આચાર્યશ્રી પાસે પાવતી મેળવી લેવી. મળેલ દાન ઈન્કમટેક્ષ મુકિતને પાત્ર છે.
વાલીશ્રીને વિનંતી કે ડાયરીમાં કરવામાં આવેલા અને સમયાંતરે કરવામાં આવતા સૂચનો બાળકના વિકાસ માટે ખૂબ જ મહ્ત્વના હોય તેનું ચૂસ્તપણે પાલન થાય તે ખાસ જોશો.
-બંન્ને વિભાગમાં વિદ્યાર્થીઓ માટે ચોખ્ખા પીવાના પાણી માટે આર.ઓ. પધ્ધતિની જરુરિયાત.
-સ્કૂલના બંન્ને મકાનને સીકયુરીટી સીસ્ટમ સાથે જોડવી.

પાછા આવવા

લોકસભા સામાન્ય શાળા ચુંટણી ૨૦૧૪-૧૫

એચ.જે.પરીખ એન્ડ શ્રીમતી યુ.એમ.એચ.પટેલ


   
 

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | પ્રાથના  | ઉપલબ્ધીઓ | સુવિધાઓ | પરિણામ | અમારો સંપર્ક | donar | સ્કુલ પ્રમુખ ચુંટણી ૨૦૧૨  | દાતા |

Copyrights © 2009-10 www.hjparikhhighschoolzarola.org. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 39,829