ઝારોલા કેળવણી મંડળ સંચાલિત
શ્રી એચ.જે.પરીખ એન્ડ શ્રીમતી યુ.એમ.એચ પટેલ ઉમાશાળા
જે.પી. પટેલ (મુખી) વિદ્યાવિહાર, સુર બાલવાટીકા
 
 
holyparv-2011

હોળીપર્વ-2011

ઝારોલા હાઇસ્કુલમાં હોળી પર્વની ભવ્ય ઉજવણી

વિદ્યાર્થીઓ એ ૫-૫ કુટેવ દુર કરવાનો સંકલ્પ કર્યો

-------------------------****----------------****------------------------------------

 

બોરસદ તાલુકાના ઝારોલા હાઇસ્કુલના ધોરણ ૧ થી ૧૧ ના વિદ્યાર્થીઓ દ્વારા શાળા માં હોળી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, આ પર્વ પર પહેલા ગુરુજનો દ્વારા વિદ્યાર્થીઓ પાસે પોતાના દુર્ગુણો દુર કરવા સંકલ્પ બધ્ધ થવા જણાવ્યું હતું . જેમાં દરેકે ૫-૫ દુર્ગુણો દુર કરવા ચિઠ્ઠી લખી માં-બાપની સહી કરાવી સંકલ્પ કરી હોળી ની પ્રદક્ષીણા કરી અગ્નિ ની સાક્ષી એ પ્રતીજ્ઞા કરી હતી. વિદ્યાર્થીઓએ લીધેલ સંકલ્પ ની એક નકલ શિક્ષણબોર્ડ , ગાંધીનગર માં મોકલવામાં આવી હતી .

વિશેષમાં આવા દુર્ગુણ મુક્ત બનેલ નિર્મળ વિદ્યાર્થીઓને શિક્ષકોએ ગુલાલ લગાવી સન્માનિત કર્યા હતા.

વધુમાં વિદ્યાર્થીઓ પાસે ધુળેટી ના દિવસે પાકા રંગ એક બીજા પર નહિ નાખવા તેમજ ફક્ત અબીલ –ગુલાલ લગાવવાની પ્રતિજ્ઞા કરાવી હતી, જેથી વિદ્યાર્થીઓ કેમિકલ અસરથી દુર રહે ,પર્યાવરણની જાળવણી થાય , આ પ્રસંગે ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા અંતમાં ખુબજ હર્ષોલ્લાસ સાથે વિદ્યાર્થીઓ છુટા પડ્યા હતા.

ફોટો ગૅલૅરી - holyparv-2011

 


   
 

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | પ્રાથના  | ઉપલબ્ધીઓ | સુવિધાઓ | પરિણામ | અમારો સંપર્ક | donar | સ્કુલ પ્રમુખ ચુંટણી ૨૦૧૨  | દાતા |

Copyrights © 2009-10 www.hjparikhhighschoolzarola.org. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 39,758