ઝારોલા કેળવણી મંડળ સંચાલિત
શ્રી એચ.જે.પરીખ એન્ડ શ્રીમતી યુ.એમ.એચ પટેલ ઉમાશાળા
જે.પી. પટેલ (મુખી) વિદ્યાવિહાર, સુર બાલવાટીકા
 
 
H.J. Parikh High School | Default

મુખ્ય પાનું

શાળા એ એક એવુ મંદિર છે કે જ્યાં વિદ્યાર્થી ફકત શાંતિ નહી પણ શાંતિ-સુખ-સગવડ થી ભવિષ્યમાં પોતાનું શ્રેષ્ઠ જીવન જીવી શકે તેનું ઉત્તમ જ્ઞાન મળે છે. આચાર્ય તરીકે હું એવું ઇચ્છુ છું કે આ શાળાનો બાળક બધા જ્યાં જાય છે ત્યાં ન જતા પોતે એક અલગ કેડી રચે અને પાછળ થી લોકો એ કેડીનો રસ્તા તરીકે અલગ ઉપયોગ કરે પણ આ બધુ કયારે શક્ય બને? એક હાથે તાલી થોડી પડે? શિક્ષક, વાલી, વિદ્યાર્થી, સમાજનો ચતુષ્કોણીય સહકાર મળે તોજ આ શક્ય બને સહકાર મળે છે પણ થોડી વધુ સહકારની જરૂર છે. ગોળ નાખીએ તેટ્લુ ગળ્યું થાય. વિદ્યાર્થીની પ્રગતિ માટે ભૌતિક સુવિધા પણ જરૂરી છે. શાળાનું વાતાવરણ નહીં પણ સાદુ વાતવરણ જરૂરી છે. જે વિદ્યાર્થીને શાળાએ આવવા પ્રેરે આ માટે આર્થિક સધ્ધરતા જરૂરી છે.

દર વર્ષે દિવાળીએ આ શાળામાંથી જેટલા વિદ્યાર્થીઓ ભણીને નોકરીએ દેશ કે વિદેશમાં લાગ્યા હોય તેમને પોતાના દેશના અઠવાડીયાના ૧ રૂ. લેખે વર્ષના ૫૨ અઠવાડીયાના ૫૨ રૂ. ની જગ્યાએ ૫૦ રૂ. શુભેચ્છા સંદેશ પોતાના સૂચનો સાથે શાળાએ મોકલી શાળા પ્રત્યેનું ઋણ અદા કરવું જોઇએ ટીપે ટીપે સરોવર ભરાય જો બધા આ રીતે કરશે તો શાળાને કંઇક કરવાનું જોમ મળશે.

વિદ્યાર્થીના હિતમાં શાળા દ્વારા લેવાતા પગલાને વાલીઓ સંપૂર્ણ સહકાર આપે. આ શાળા મારી તથા મારા પાલ્યની છે. શાળામાં શિક્ષકો મારા પાલ્યના ગુરૂ છે. તેમ માની કયારેય ગુરૂજનો સામે ગમે તેમ ન વર્તે તે ઇચ્છનીય છે. કોઇપણ પ્રશ્ન હોય તો દરિયાદિલ મોટા મન સાથે આચાર્યશ્રીને એકલા મળી શાંતિથી રજુઆત કરી પ્રશ્નનું નિરાકરણ લાવે.

ધ્યેય કથન

આ શાળામાં ભણતા બાળકોનું ઉત્તમ સંસ્કાર સાથેના શ્રેષ્ઠ શિક્ષણ સાથે સુંદર જીવન ઘડતર થાય શ્રેષ્ઠ વ્યવસાયલક્ષી કોર્ષમાં જઇ શકે, અને પોતાનું તથા શાળા-મા-બાપનું ગૌરવ વધારે એ અમારો મુખ્ય ધ્યેય છે.

દ્રષ્ટિ કથન

શાળાએ નક્કી કરેલ ધ્યેયને ફળિભૂત કરવા જરૂરી તમામ શૈક્ષણિક, સહ સભ્યાસિક પ્રવૃત્તિ કરવી. સમયાંતરે વાલી મિટિંગ કરવી. પ્રખ્યાત વકતાના વકતવ્ય ગોઠવવા જીવન ઘડતર માટેની પ્રવૃત્તિઓ કરાવવી.


   
 

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | પ્રાથના  | ઉપલબ્ધીઓ | સુવિધાઓ | પરિણામ | અમારો સંપર્ક | donar | સ્કુલ પ્રમુખ ચુંટણી ૨૦૧૨  | દાતા |

Copyrights © 2009-10 www.hjparikhhighschoolzarola.org. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 39,792