ઝારોલા કેળવણી મંડળ સંચાલિત
શ્રી એચ.જે.પરીખ એન્ડ શ્રીમતી યુ.એમ.એચ પટેલ ઉમાશાળા
જે.પી. પટેલ (મુખી) વિદ્યાવિહાર, સુર બાલવાટીકા
 
 
school presidant

gujarati

સ્કૂલ પ્રમુખ ચુંટણી ૨૦૧૨

રાષ્ટ્રપતિ ની અદામાં સ્કુલ પ્રમુખની ચુંટણી

મતોનું મૂલ્ય નક્કી કરાયું

સ્કુલ પ્રેસીડન્ટ ચુંટણીમાં ઉમેદવાર વિદ્યાર્થીઓં હતા. જયારે મતદારો સ્કુલના શિક્ષકો, તથા સ્ટાફના સભ્યો હતા.જેના વિશે નવિનભાઈએ જણાવ્યું હતું.કે, સ્કુલના પ્રિન્સીપલ , શિક્ષકો,ક્લાર્ક સહિત સ્ટાફના ૧૮ મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં દરેકના મતનું મૂલ્ય નક્કી કરવામાં આવ્યું હતું. પ્રિન્સીપલના  ૧૫૦,  સુપરવાઈઝરના ૧૦૦, ક્લાસટીચરના વર્ગના વિદ્યાર્થીઓંની સંખ્યા જેટલા, અન્ય શિક્ષકોના  ૩૦, લાઈબ્રેરીયનના ૨૫, ક્લાર્કના  ૨૦, સ્ટોરકિપરના  ૧૫ અને સેવક્ભાઈ અને બહેનના  ૧૦, મતોનું મૂલ્ય નક્કી કરવામાં આવ્યું હતું.

સ્કુલ પ્રેસીડન્ટ બનવા  ૫૦ ટકા મત મેળવવા આવશ્યક  

સ્કુલ ના પ્રિન્સીપલ નવિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, સ્કુલ પ્રેસીડન્ટની ચુંટણીમાં ઉમેદવાર વિદ્યાર્થીએ  ૫૦ ટકાથી વધુ મત મેળવવા પડશે.સૌથી ઓંછા મત મેળવનાર ઉમેદવાર વિદ્યાર્થીનું નોમિનેશન રદ્દ થશે. પરતું તે  વિદ્યાર્થી પોતાને મળેલા મત અન્ય ઉમેદવાર વિદ્યાર્થીને આપી સકશે.એક ઉમેદવાર વિદ્યાર્થીને  ૫૦ ટકાથી વધુ મત ન મળે ત્યાં સુધી એલીમેશનની પ્રક્રિયા ચાલુ રાખવામાં આવશે. દરેક ઉમેદવાર વિદ્યાર્થી પાસેથી રૂ|. ૧૦ ડિપોઝીટ લેવામાં આવી હતી. દસ ટકાથી  ઓંછા મત મેળવનાર ઉમેદવાર વિદ્યાર્થી પોતાની ડિપોઝીટ ગુમાંવશે.

બોરસદ પંથકની ઝારોલા હાઈસ્કૂલમાં રાષ્ટ્રપતિની ચુંટણી પ્રક્રિયા વિશે વિદ્યાર્થીઓંને  સમજ આપવા નવતર અભિગમ

 એકતરફ દેશના રાષ્ટ્રપતિની ચુંટણી માટે ગુરુવારે મતદાન થઇ રહું હતું  ત્યારે આણંદ જીલ્લાના એક ગામમાં ' સ્કુલ પ્રેસીડન્ટ' માટે ચુંટણી યોજવામાં આવી હતી. જેમાં રાષ્ટ્રપતિની ચુંટણી પ્રક્રિયા જેવી  જ તમામ કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે સ્કુલ પ્રેસીડન્ટની ચુંટણીમાં ઉમેદવાર કોઈ રાજકારણી કે સમાજસેવક નહિ પરંતુ વિદ્યાર્થીઓં હતા  વિદ્યાર્થીઓંને રાજકારણમાં રસ જાગે અને રાષ્ટ્રપતિની ચુંટણી પ્રક્રિયાનું પ્રેક્ટીકલી જ્ઞાન મળે તે હેતુસર રાષ્ટ્રપતિની ચુંટણીની જેમ ચુંટણી યોજવામાં આવી હતી.

  આ વાત ઝારોલા ગામેં આવેલ  એચ.જે. પરીખ હાઈસ્કૂલની છે. સ્કુલમાં ગુરુવારે રાષ્ટ્રપતિની ચુંટણીની  જેમ સ્કુલ પ્રેસીડન્ટની ચુંટણી યોજવામાં આવી હતી  સ્કુલના પ્રિન્સીપલ નવિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, સ્કુલ પ્રેસીડન્ટની ચુંટણીમાં  ધો ૮ થી ૧૨ માંથી ૧૩ વિદ્યાર્થીઓંએ  ઉમેદવારી નોંધાવી હતી. બુધવારે પ્રાથનાસભામાં સ્કુલ પ્રેસીડન્ટની ચુંટણીની જાહેરાત કરીને ચુંટણી પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ ઉમેદવારીપત્ર ભરવાની અને ઉમેદવારી પત્ર ચકાસવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી  બુધવારે સ્કુલમાં ધો. ૯  થી ૧૨માં અભ્યાસ કરતા તેર વિદ્યાર્થીઓંએ ઉમેદવારીપત્ર ભર્યા  હતા. ચકાસણી દરમિયાન  એક પણ ઉમેદવારી પત્ર રદ્દ થયું  ન હતું  ૧૩ પૈકી  ૫  ઉમેદવારો  વિદ્યાર્થીની હતા . ત્યાર બાદ ઉમેદવાર વિદ્યાર્થીઓંએ મત મેળવવા માટે પોત પોતાની રીતે પ્રચાર કર્યો હતો.

  સ્કુલ પ્રેસીડન્ટની ચુંટણીમાં પ્રિન્સીપલ ,  ૧૧  શિક્ષકો, ૧ લાઈબ્રેરિયન,  ૩ ક્લાર્ક,  ૧  સ્ટોર કિપર અને  ૨  સેવકભાઈઓં દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. ચુંટણીને લઈને વિદ્યાર્થીઓં અને શિક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળતો હતો. ગુરુવારે સાજે  મતદાન બાદ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. તેમાં જ પરિણામ  ૨૦ જુલાઈ શુક્રવાર સવારના પ્રાથના સભામાં જાહેર કરવામાં આવશે.  ચુંટણી પ્રક્રિયાનું સંચાલન મદદનીશ શિક્ષક  કા. પટેલ પંકજભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.  આ પ્રક્રિયામાં વિદ્યાસહાયક  પટેલ આશિષભાઈ તથા વાળંદ આશિષભાઈ એ પોતાની સુંદર ફરજ બજાવી હતી. કુલ ૮૨૯ પોઈન્ટથી પૈકી  ૮૦૮ નું વોટિંગ થયું હતું શરૂઆતમાં કોઈ પણ ઉમેદવાર વિદ્યાર્થીને  ૫૦ ટકાની વધુ મત નાં મળતા એલીમીલેશન ની પ્રક્રિયા હાથ ધરાઈ હતી આખરે છેલ્લે  ધોરણ - ૧૨ નાં  પટેલ હર્ષ  ગીરીશભાઈ  ૪૨૩.૫ મતે શાળા પ્રમુખ તરીકે ચુંટાયા હતા. વિજય બન્યા   બાદ શાળાને આગળ લાવવા પોતે સક્રિય ફરજ બજાવશે તેવી તેમને વાત કરી હતી  બીજા નંબરે તેમના હરીફ  પટેલ નિસર્ગ ચેતનભાઈ ને  ૧૫૧ મત  મળ્યા હતા.   સમગ્ર ચુંટણી પ્રક્રિયા શાંત વાતાવરણમાં યોજાઈ હતી. અને મત ગણતરી પણ શાંત વાતાવરણમાં ગણવામાં આવી હતી   ઝારોલા કે. મંડળના મંત્રીશ્રી  વિનુભાઈ પટેલ તથા  પીન્ટુભાઈ, પ્રદીપભાઈ  પ્રમુખ શ્રી જગદીશભાઈ  તથા અન્ય મંડળના તમામ સદસ્યોએ વિજેતા ઉમેદવારોને ધન્યવાદ આપી વધુ પ્રગતિ  માટે શુભેચ્છા પાઠવી હતી   અને શાળાના તમામ શિક્ષક ગણ  તથા શાળાના અન્ય સ્ટાફનાં કર્મચારીઓં તથા વિદ્યાર્થીઓં એ  વિજેતા ઉમેદવાર તથા તેમની સાથે હરીફ ઉમેદવાર ને અભિનંદન પાઠવ્યા હતા.

અંતમાં શાળાના આચાર્યશ્રી એ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિની ચુંટણીની જેમ જ આ ચુંટણી યોજવામાં આવી હતી.  જે ગુજરાતમાં પ્રથમવાર હોઈ શાળામાં ધડતર થાય તે માટે આવી પ્રવૃત્તિઓં જરુરી છે.


   
 

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | પ્રાથના  | ઉપલબ્ધીઓ | સુવિધાઓ | પરિણામ | અમારો સંપર્ક | donar | સ્કુલ પ્રમુખ ચુંટણી ૨૦૧૨  | દાતા |

Copyrights © 2009-10 www.hjparikhhighschoolzarola.org. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 39,762