ઝારોલા કેળવણી મંડળ સંચાલિત
શ્રી એચ.જે.પરીખ એન્ડ શ્રીમતી યુ.એમ.એચ પટેલ ઉમાશાળા
જે.પી. પટેલ (મુખી) વિદ્યાવિહાર, સુર બાલવાટીકા
 
 
H.J. Parikh High School | About Us

શાળા વિશે

ઝારોલા કે.મંડળ, ઝારોલા સંચાલિત શ્રી સુર બાલવાટિકા (બાલમંદિર) શ્રી જે.પી. પટેલ ભુમી વિદ્યાવિહાર (ધોરણ ૧ થી ૫) શ્રી એચ.જે. મંત્રીશ્રી હાઇ.(પ્રા.વિ) (ધો. ૬,૭) શ્રી એચ.જે.પટેલ હાઇ ધો. ૮ થી ૧૨ ચાલે છે.

આઝાદી પહેલાની ૧-૭-૪૭ માં ધોરણ ૫ થી ૧૦ ની નાના મકાનમાંએ શરૂ થયેલી આ શાળાએ એ.વી. સ્કુલના નામે સમય જતા હીરાલાલ જેઠાલાલ પરીખે રૂ. ૨૫ હજારનું દાન ૫૦ વર્ષ પહેલા આપતા નવુ મકાન તૈયાર થયું. ૧૯૮૧ માં ઉચ્ચતર માધ્યમિક વિભાગ ધો. ૧૧,૧૨ શરૂ થયું. ધીમે ધીમે શાળાએ પ્રગતિ કરતા જુન ૨૦૦૦ માં ઉ.મા. વિભાગનું નવુ મકાન, કોમ્પ્યુટર લેબ દાતાશ્રી હસમુખભાઇ જેસંગભાઇ પટેલ, શ્રી શંભુભાઇ જશભાઇ પટેલના સહકારથી તૈયાર થયું. જૂન ૨૦૦૦માં બાલમંદિર થી ધો.૫ શરૂ કરવા દાતાશ્રીઓ મંડળના સભયોના આંગણામાં બીજ વેર્યા જે બીજનું અંકુરણ દાતાશ્રીઓ જેવા કે શ્રી શંભુભાઇ જશભાઇ પટેલ, શ્રી કાન્તીભાઇ શંકરભાઇ પટેલ, હેમિનભાઈ રજનીભાઇ પટેલ, અનામી તથા અન્ય દાતાશ્રીના સહકારથી ૩૫ લાખના ખર્ચે નવું ભવન શ્રી જે.પી. પટેલ (મુખી) વિદ્યાવિહાર તૈયાર થયું. હવે શાળાના જુના મકાનની ઉપર પતરાની જગ્યાએ સ્લેબ ભરવાનું ૭૫૦૦ ચો.ફૂટનો પ્રાર્થના હોલ તથા કમ્પાઉન્ડ વોલની ખુબજ જરૂરિયાત છે. જે સૌના સહકારથી ટૂંક સમયમાં થશે.

આવતા ૫ વર્ષમાં ૨ વિઘા જમીન સાથે ૧૧-૧૨ વિજ્ઞાન પ્રવાહ કે જેનો અંદાજીત ખર્ચ ૧.૫ કરોડ થાય તેની ખુબજ જરૂરીયાત છે અને સૌના સહકારથી અવશ્ય થશે જ તેવી અપેક્ષા છે. દાતાશ્રીઓ નિરાશ નહી કરે તેવો વિશ્વાસ છે.

ફોટો ગૅલૅરી - About_School

 


   
 

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | પ્રાથના  | ઉપલબ્ધીઓ | સુવિધાઓ | પરિણામ | અમારો સંપર્ક | donar | સ્કુલ પ્રમુખ ચુંટણી ૨૦૧૨  | દાતા |

Copyrights © 2009-10 www.hjparikhhighschoolzarola.org. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 39,809