ઝારોલા કેળવણી મંડળ સંચાલિત
શ્રી એચ.જે.પરીખ એન્ડ શ્રીમતી યુ.એમ.એચ પટેલ ઉમાશાળા
જે.પી. પટેલ (મુખી) વિદ્યાવિહાર, સુર બાલવાટીકા
 
 
ન્યુઝ પેપર

NEWJSPEPAR

ન્યુઝ પેપર ન્યુઝ

તા: ૦૯/૦૧/૨૦૧૫  નયા પડકાર

ઝારોલા હાઇસ્કુલ ખાતે  તા. ૧૦ મી જાન્યુ. એ વિજ્ઞાન પ્રદર્શન યોજાશે

ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ નાં થાય ત્યાં સુધી મંડ્યા રહો, એ વાત કહેનાર સ્વામી વિવેકાનંદની ૧૨ જાન્યુઆરી જન્મ દિવસ છે.ત્યારે ઝારોલા હાઇસ્કુલમાં છેલ્લા ત્રણ વર્ષથી શાળાના વિજ્ઞાન શિક્ષક એ.ડી.પટેલનાં સૂચનને ધ્યાને દર વર્ષે તા:૧૨ જાન્યુઆરી અથવા તેની આસપાસ શાળાનાં બાલમંદિરથી ધો.૧૨ સા.પ્રવાહ તથા વિજ્ઞાનનાં વિદ્યાર્થીઓં દ્વારા કાગળ ,કાપડ, માટી, પ્લાસ્ટિક, થર્મોકોલ, રસાયણ કાચ વગેરેનાં ઉપયોગ દ્વારા કંઈકને કંઈક સર્જનાત્મક કામગીરી, સંશોધક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે છે.ચાલુ વર્ષે ૧૦ જાન્યુ નાં રોજ શાળાના પટાંગણમાં બાલમંદિરથી  ધો.૪નાં બાળકો દ્વારા તેમને મનપસંદ બાબતે કંઈક સર્જન કરશે જયારે ધો. ૫ થી ૧૨ મા ૫ (પાંચ) વિદ્યાર્થીઓંના ગૃપમા વધુ પડતા પ્રોજેક્ટો ગણિત કે વિજ્ઞાન વિષય પર થશે. જયારે થોડાક પ્રોજેક્ટો અન્ય બાબત પર થશે. ધો. વિ.પ્રવાહ નાં વિદ્યાર્થીઓં દ્વારા અંદાજીત ૩૫ જેટલા વિજ્ઞાનનાં મોડેલો તૈયાર કરવામાં આવશે. શાળાના આચાર્ય નવીનભાઈ પટેલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓંને પ્લેટફોર્મ પૂરું પડવાની જરૂર છે.

 

ઝારોલામાં શિક્ષણના વિકાસ માટે દાતાઓએ માતબર દાન આપ્યું

તા: ૦૯/૦૧/૨૦૧૫   નયા પડકાર

બોરસદ તાલુકાનાં ઝારોલાની બાલમંદિરથી ધો. ૧૨ સા.પ્રવાહ  વિજ્ઞાન પ્રવાહની શાળામાં બાળકોની સર્વાંગી વિકાસ થાય તે માટે કેળવણી મંડળ, ઝારોલા ગ્રામજનો અને તમામ શિક્ષકો  ખુબજ ઉત્સાહ સાથે ખંતપૂર્વક કામ કારી રહ્યા છે. શાળાના બાળકોના શૈક્ષણિક વિકાસ સાથે મુલ્યવર્ધિત શિક્ષણથી પ્રેરાય દાતાઓનો પણ શાળા પ્રત્યે લગાવ વધ્યો છે. તાજેતર મા આણંદ મોટું અડદના અમેરિકા નિવાસી સરદભાઈ રામાંકાન્તભાઈ પટેલ રૂ|૧,૦૦૦૦૦ /- નડિયાદ હાલ લંડનના સ્વ મનુભાઈ રવજીભાઈ દેસાઈના સુપુત્ર અરુણભાઈએ રૂ| ૫૦૦૦૦ \-(પચાસ હજાર), ઝારોલા- હાલ લંડન નાં લલીતાબેન એમ.પટેલ રૂ|૩,૦૦૦૦૦ (ત્રણ લાખ), ઝારોલા યુ.એસ.એ નાં સુરગભાઇ રતિલાલ પટેલ પોતાના સ્વ સુપુત્ર ચિન્ટુભાઈ પટેલ સ્મુરતીમા ૧,૦૦૦૦૦/- એક લાખ, ઝારોલા લંડનનાં સ્વ શાંતાબેન રવજીભાઈ પટેલ નાં સ્મુરતી તેમના સુપુત્રો રાજુભાઈ, શૈલેશભાઈ, તથા ચંદ્રકાંતભાઈએ રૂ|૫,૦૦૦૦૦/- (પાચ લાખ)આપેલ છે.

વિશેષમાં હર હમેશ શાળાના વિકાસ માટે પ્રયત્નશીલ એવા ઝારોલાના અમેરિકા નિવાસી હસમુખભાઈ જેસંગભાઈ પટેલ ઝારોલા વિ. પ્રવાહની પ્રયોગશાળા, અધતન યુરિનલ માટે મદદ   કરવાની જાહેરાત કારી હતી. ઝારોલા કેળવણી મંડળ નાં તથા સમગ્ર શાળા પરિવાર વતી આચાર્ય  નવીનભાઈ પટેલ સર્વ દાતાઓનો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.


   
 

મુખ્ય પાનું | શાળા વિશે | પ્રવૃત્તિઓ | પ્રાથના  | ઉપલબ્ધીઓ | સુવિધાઓ | પરિણામ | અમારો સંપર્ક | donar | સ્કુલ પ્રમુખ ચુંટણી ૨૦૧૨  | દાતા |

Copyrights © 2009-10 www.hjparikhhighschoolzarola.org. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 39,777